'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...

લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને (General Mukund Naravane)  આજથી આર્મી ચીફ (Army Chief) નો પદભાર સંભાળવા જઈ રહ્યાં છે. જનરલ બિપિન રાવત (Bipin Rawat) નો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થવા જઈ રહ્યો છે. જનરલ રાવતને દેશના પહેલા CDS બનાવવામાં આવ્યાં છે. હવે ભારતીય સેનાના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ નરવાને રહેશે. આબાજુ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air chief Marshal rks bhadauria)  છે અને નેવી અધ્યક્ષ કરમબીર સિંહ ( Admiral karambir singh)  છે. આ ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે બે સમાનતા છે. જે ઈન્ટરનેટ પર ખુબ શેર થઈ રહી છે. ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે પહેલી કોમન કડી છે તેમના પિતા અને ઈન્ડિયન એર ફોર્સ.
'3 મિત્રો'ના હાથમાં હવે દેશની સુરક્ષાની કમાન! તેમની વચ્ચે આ બાબતો છે કોમન...

નવી દિલ્હી: લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને (General Mukund Naravane)  આજથી આર્મી ચીફ (Army Chief) નો પદભાર સંભાળવા જઈ રહ્યાં છે. જનરલ બિપિન રાવત (Bipin Rawat) નો 3 વર્ષનો કાર્યકાળ આજે પૂરો થવા જઈ રહ્યો છે. જનરલ રાવતને દેશના પહેલા CDS બનાવવામાં આવ્યાં છે. હવે ભારતીય સેનાના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ નરવાને રહેશે. આબાજુ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા (Air chief Marshal rks bhadauria)  છે અને નેવી અધ્યક્ષ કરમબીર સિંહ ( Admiral karambir singh)  છે. આ ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે બે સમાનતા છે. જે ઈન્ટરનેટ પર ખુબ શેર થઈ રહી છે. ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે પહેલી કોમન કડી છે તેમના પિતા અને ઈન્ડિયન એર ફોર્સ.

આ ત્રણેય સેના પ્રમુખોના પિતાઓએ અલગ અલગ પદ પર રહીને ઈન્ડિયન એરફોર્સમાં સેવા આપી છે. નરવાનેના પિતા અને એડમિરલ સિંહના પિતા તો સારા મિત્રો પણ હતાં. આ બાજુ એર ચીફ માર્શનલ ભદૌરિયાના પિતા આઈએએફના એક રિટાયર્ડ ઓનનરી ફ્લાઈંગ ઓફિસર છે. 

બીજી રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય નેશનલ ડિફેન્સ એકેડેમીના 1976 બેન્ચના કેડેટ છે. એટલેકે ત્રણેય 56માં એનડીએ કોર્સનો ભાગ હતાં. પુણે સ્થિત એનડીએમાં 3 વર્ષ તેમણે એકસાથે પરસેવો વહાવ્યો. ત્યારબાદ ત્રણેય પોત પોતની સર્વિસ એકેડેમીમાં જતા રહ્યાં. પરંતુ ડિફેન્સની શરૂઆત તેમણે એક જ વર્ષમાં એક જ કોર્સ જોઈન કરીને સાથે કરી. એવું ભાગ્યે જોવા મળે છે કે જ્યારે એનડીએ બેચમેટ્સ જ દેશની ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હોય. 

જુઓ LIVE TV

કહેવાય છે કે આ અગાઉ 1991માં તત્કાલિન આર્મી ચીફ સુનીત ફ્રાન્સિસ રોડરિગ્ઝ, એડમિરલ લક્ષ્મી નારાયણ રામદાસ અને એર ચીફ માર્શલ નિર્મલ ચંદ્ર સૂરીએ પણ એનડીએનો કોર્સ સાથે જ કર્યો હતો. 

હવે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રણેય પ્રમુખો વચ્ચે સારી મિત્રતા અને એક જ બેચના હોવાના કારણે ત્રણેય સેનાઓ વચ્ચે સારો તાલમેળ બેસી શકશે. આ એટલા માટે પણ જરૂરી છે  કારણ કે પીએમ મોદીએ આ જ વર્ષે સ્વાતંત્ર્ય દિવસ પર જાહેરાત કરી હતી કે દેશને બહુ જલદી પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મળશે જે ત્રણેય સેનાઓના પ્રમુખ રહેશે. આવામાં ત્રણેય સેનાના પ્રમુખો વચ્ચે જો સારો તાલમેળ રહેશે તો  તે ભારતીય સેનાઓ માટે સારું રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news